પ્રધાનમંત્રી મોદી વિયેતનામના પ્રધાનમંત્રી સાથે વર્ચુઅલ બેઠક કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિયેતનામના પ્રધાનમંત્રી નયેન યુઆન પુકની સાથે વર્ચુઅલ બેઠક કરશે. બેઠક દરમિયાન બંને દેશોની વિવિધ બાબતો જેમ કે આંતરિક , ક્ષેત્રિય અને વૈશ્વિક મુદે વિચાર વિમર્શ કરશે. તેમજ ભવિષ્યમાં ભારત અને વિયેતનામની વ્યાપક ભાગીદારીને આગળ લઇ જવા માટે નવી દિશા નિર્દેશ આપશે.
વર્ષ 2020માં બન્ને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય વાર્તાનો દોર
વર્ષ 2020માં બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય વિચાર વિમર્સ ચાલુ રહ્યો હતો. વિયેતનામના ઉપરાષ્ટ્રપતિ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. બંને દેશના પ્રધાનમંત્રીઓએ આ વર્ષે 13 એપ્રિલે ટેલિફોનીક વાતચીત પણ કરી હતી. જેમાં કોવિડ-19 મહામારીથી સર્જાયેલી સ્થિતિ પર ચર્ચા થઇ હતી.
નેતાઓ સાથે ઓનલાઈન બેઠક કરી હતી
તો 25 ઓગસ્ટ 2020માં બને દેશોના વિદેશ મંત્રીઓ અધ્યક્ષતામાં મળેલી બેઠકનું પણ આયોજન કરાયુ હતુ. 27 નવેમ્બરે રક્ષા મંત્રીએ સમકક્ષ નેતાઓ સાથે ઓનલાઇન બેઠક કરી હતી.