હવે રેલવે સ્ટેશનો પર નહી લાગે રિઝર્વેશન ચાર્ટ, રેલવે લાવ્યુ એક પાયલટ પ્રોજેક્ટ, પેપરલેસ થશે કામગીરી
Live TV
-
કાગળના ઉપયોગને ઘડાટવા 1 માર્ચથી આ વ્યવસ્થા છ મહિના માટે લાગુ કરાશે
એ-વન, એ અને બી શ્રેણીમાં આવતા રેલવે સ્ટેશનો પર પ્રાયોગિક ધોરણે પહેલી માર્ચથી છ મહિના સુધી ટ્રેનના આરક્ષિત ડબ્બાઓ પર રિઝર્વેશન ચાર્ટ ન ચોંટાડવાનો રેલવે ખાતાએ તમામ ઝોનને આદેશ આપી દીધો છે. રેલવે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટર પર પોસ્ટ કરેલી માહિતી મુજબ પ્લેટફોર્મ પર આરક્ષણ ચાર્ટ લગાવવામાં આવશે. આ સિવાય ડિજીટલ ફોર્મમાં પણ તેને જોઇ શકાશે. મુસાફરો પાસેથી થનારી આવક પર રેલવેએ પોતાના સ્ટેશનોને 7 શ્રેણીઓ એ1, એ, બી, સી, ડી, ઈ, અને એફના રૂપમાં વિભાજીત કરી છે. રેલવેના કુલ 17 ઝોન છે. રેલવેએ કહ્યું કે, જે સ્ટેશન પર ઇલેક્ટ્રોનિક ચાર્ટ ડિસ્પ્લે પ્લાજ્મા લગાવ્યું છે અને સારી રીતે કામ કરે છે. તો તે પ્લેટફોર્મમાં ચાર્ટ લગાવવા પર અંકુશ લગાવી શકાય છે. આ અગાઉ નવી દિલ્હી, હજરત નિજામુદ્દીન, મુંબઈ સેન્ટ્રલ, ચેન્નઈ સેન્ટ્રલ, હાવડા અને સિયાલદાહ રેલવે સ્ટેશનો પર ટ્રેનના કોચમાં ચાર્ટ લગાવવાની પરંપરા બંધ કરવામાં આવી છે. સરકારના આ પગલા પાછળ દક્ષિણ પશ્ચિમ રેલવે, બેંગલુરૂ ડિવીઝનની કાગળની પરંપરાને બંધ કરવાની પહેલને આગળ વધારવાનો છે. દક્ષિણ પશ્ચિમ રેલવેએ નવેમ્બર, 2016માં જ બેંગલુરૂ સિટી તથા યશવંતપુર સ્ટેશનો પર ટ્રેનોના આરક્ષિત કોચ પર ચાર્ટ લગાવવાનું બંધ કર્યુ હતું. આ પગલાને કારણે કાગળ પર ખર્ચ થતાં 60 લાખ રૂપિયા બચ્યા છે.