હસ્તકલામાં જોડાયેલા લોકો માટે 17 સપ્ટેમ્બરે 'PM વિશ્વકર્મા' નામની યોજના લોન્ચ થશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સપો સેન્ટર ખાતેથી નવી યોજના લોન્ચ કરશે
વિશ્વકર્મા જયંતી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર ખાતેથી "પીએમ વિશ્વકર્મા" નામની નવી યોજના લોન્ચ કરશે. પરંપરાગત હસ્તકલામાં જોડાયેલા લોકોને આર્થિક રૂપે ટેકો આપવા પર પ્રધાનમંત્રીનું સતત ધ્યાન રહ્યું છે. આ યોજનાનો ઉદેશ્ય વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસાને જીવંત રાખવા અને સ્થાનિક ઉત્પાદનો, કળા અને હસ્તકલામાં વધારો કરવાનો છે. ગુણવત્તા સુધારવા તેમજ કારીગરો અને કસબીઓનાં ઉત્પાદમાં વધારો કરવાનું છે. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ 18 પરંપરાગત હસ્તકલાને આવરી લેવામાં આવશે.
