હાથરસ કેસ: જિલ્લાના પોલીસ અધિક્ષક સહિત ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ
Live TV
-
ઉત્તર પ્રદેશ સરકારે હાથરસ કેસમાં શુક્રવારે જિલ્લાના પોલીસ અધિક્ષક સહિત ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. રાજ્ય સરકારે કેસની તપાસ કરી રહેલી એસઆઇટીના અહેવાલના આધારે હાથરસના એસ.પી. વિક્રાંત વીર, રેન્જ અધિકારી રામ શબ્દ અને અન્ય બે પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દીધા છે. હાથરસના એસ.પી. વિક્રાંત વીરના સ્થાને આ જવાબદારી વિનીત જયસ્વાલને સોંપવામાં આવી છે. વિનીત જયસ્વાલ અત્યાર સુધી શામલીમાં પોલીસ અધિક્ષક પદ સંભાળી રહ્યા હતા. આ કેસમાં વાદી અને પ્રતિવાદી સર્વેના નાર્કો પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવવામાં આવશે.