હાર્દિક-રાહુલ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ: વિનોદ રાય
Live TV
-
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને શુક્રવારે એક ટીવી કાર્યક્રમ દરમિયાન મહિલાઓ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ માટે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે,
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને શુક્રવારે એક ટીવી કાર્યક્રમ દરમિયાન મહિલાઓ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ માટે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, આ કારણે તે શનિવારથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થઈ રહેલી વનડે શ્રેણીમાં રમી શકશે નહીં. આ બંન્ને ક્રિકેટરોએ એક ટીવી કાર્યક્રમમાં કરેલી ટિપ્પણી બાદ વિવાદ ઉભો થયો હતો. આ અંગે પ્રશાસકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે પીટીઆઈને કહ્યું, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને કહ્યું કે, આ બંન્ને ક્રિકેટરોને ઐપચારિક તપાસ શરૂ થયા પહેલા નવા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવશે. હાલમાં હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ સાથે છે, પરંતુ બીસીસીઆઈના નિર્ણય બાદ ટીમ મેનેજમેન્ટ બંન્નેને સ્વદેશ પરત મોકલી શકે છે.
