પત્રકાર રામચંદ્ર હત્યા કેસમાં ગુરમીત રામ રહિમ સહિત 4 લોકોને કોર્ટે દોષી ઠેરવ્યા
Live TV
-
કોર્ટે આ કેસ માં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહિમ સહિત 4 લોકોને આરોપી દોષી ઠેરવ્યા છે, અને 17 મી જાન્યુઆરીએ આ અંગે કોર્ટ સજા સંભળાવશે
પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં પંચકુલાની સ્પેશ્યલ સી.બી.આઇ.કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ કેસ માં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહિમ સહિત 4 લોકોને આરોપી દોષી ઠેરવ્યા છે, અને 17 મી જાન્યુઆરીએ આ અંગે કોર્ટ સજા સંભળાવશે. મહત્વનું છે,કે , આ કેસની સુનાવણીને ધ્યાનમાં રાખીને પંજાબ અને હરિયાણાની સરકારે સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત કર્યો છે.
ગુરમીત રામ રહિમ હાલ રોહતકની જેલમાં કેદ છે. હરિયાણા સરકારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રામરહિમને કોર્ટમાં રજૂ કર્યો હતો. નોંધનીય છે ,કે ડેરામાં સાથીઓ સાથે,થઈ રહેલાં શોષણનો ખુલાસો પત્રકાર છત્રપતિએ કર્યો હતો. ત્યાર બાદ, વર્ષ 2002માં છત્રપતિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જે અંગે રામ રહિત સામે વર્ષ 2003માં એફ.આઇ.આર. નોંધાઇ હતી અને 2006માં આ કેસ સી.બી.આઇ.ને સોંપવામાં આવ્યો હતો.
