ડિસે. 2021 સુધી ઇસરો માનવ મિશન-ગગનયાન લક્ષ્યને પ્રાપ્ત કરવા તૈયાર
Live TV
-
સંગઠન ના અધ્યક્ષ ડોકટર કે.સિવને બેંગલુરૂમાં જણાવ્યું હતું કે આ અભિયાન માટે માનવ અંતરિક્ષ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન - ઈસરો એ જણાવ્યું છે કે ડિસેમ્બર 2021 સુધી અંતરિક્ષ માં તેઓ માનવ મિશન- ગગનયાન લક્ષ્ય ને પ્રાપ્ત કરવા સંપૂર્ણ રીતે તૈયાર છે. સંગઠન ના અધ્યક્ષ ડોકટર કે.સિવને બેંગલુરૂમાં જણાવ્યું હતું કે આ અભિયાન માટે માનવ અંતરિક્ષ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પરિયોજના અંતર્ગત ભારત ત્રણ અંતરિક્ષ યાત્રિયોઓ ને સાત દિવસ માટે અંતરિક્ષ માં મોકલવા ની યોજના બનાવી રહ્યાં છે.
વધુ માં તેઓએ જણાવ્યું કે આ વર્ષે 332 પ્રેક્ષેપણો ની યોજના છે તેમજ ચંદ્રયાન-2 ને એપ્રિલ ના મધ્ય માં ચાંદ પર મોકલવા માં આવશે. ઉપરાંત જી સેટ-20 ઉપગ્રહ નું પ્રક્ષેપણ સપ્ટેમ્બર- ઓકટોબર માં કરવા માં આવશે. ઈસરો 2023 સુધી માં શુક્ર ગ્રહ પર પણ એક મિશન મોકલવાની યોજના બનાવી રહ્યું છે
