નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભાજપાનું રાષ્ટ્રીય અધિવેશન, આજે પ્રધાનમંત્રી આપશે સમાપન ભાષણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેઠકમાં સમાપન ભાષણ આપશે. જેમાં કાર્યકર્તા માટે સંદેશો પણ હશે. આ અધિવેશનમાં ગૃહમંત્રી રાજનાથસિંહે કૃષિનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેનું શિર્ષક છે સમૃધ્ધ, કૃષિ, સમૃધ્ધ કિસાન
નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે ભાજપાનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બેઠકમાં સમાપન ભાષણ આપશે. જેમાં કાર્યકર્તા માટે સંદેશો પણ હશે. આ અધિવેશનમાં ગૃહમંત્રી રાજનાથસિંહે કૃષિનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેનું શિર્ષક છે સમૃધ્ધ, કૃષિ, સમૃધ્ધ કિસાન. આ પ્રસંગે રાજનાથસિંહે કહયું કે પ્રધાનમંત્રીની સંવેદનશીલતા ભરી નીતિથી ખેડૂતોનો વિશ્વાસ વધ્યો છે. આ અધિવેશનમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ગરીબ કલ્યાણથી સંબંધીત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે સરકારી નાણાં હવે લોકો સુંધી પહોંચી રહ્યા છે. દેશમાં ચાલતી 434 યોજનાથી લાભાર્થીના ખાતામાં 5 લાખ 50 હજાર કરોડ રૂપિયાની રકમ પહોંચાડી છે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે ગત સરકારની ટીકા કરી કહ્યું કે ગરીબી દૂર કરવા માટે ગંભીર ન હતી. કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિમાં વિશ્વાસ કરે છે. જ્યારે એનડીએ સરકાર કલ્યાણકારી યોજનાઓ ઉપર ઝડપથી કાર્ય કરી રહી છે. નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે આર્થિક નબળા સામાન્ય લોકોને 10 ટકા અનામત આપવાનું સુધારા વિધેયક બંધારણના અસલ મુસદ્દાથી અલગ નથી. તેમણે આ પગલુ ગરીબી દૂર કરવાનું મોટુ પગલું ગણાવ્યું હતું
