કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં વધુ ત્રણ એઇમ્સની મંજૂરી આપવામાં આવી
Live TV
-
તેમાંથી બે સંસ્થાન જમ્મુ - કાશ્મીરમાં ખોલવામાં આવશે. એક સંસ્થા સાંભા જિલ્લાના વિજયનગરમાં અને બીજી પુલવામાના અવન્તીપુરમમાં ખોલવામાં આવશે. ત્રીજી સંસ્થા ગુજરાતના રાજકોટમાં ખોલવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં વધુ ત્રણ અખીલ ભારતીય આર્યુ વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઇમ્સની મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી બે સંસ્થાન જમ્મુ - કાશ્મીરમાં ખોલવામાં આવશે. એક સંસ્થા સાંભા જિલ્લાના વિજયનગરમાં અને બીજી પુલવામાના અવન્તીપુરમમાં ખોલવામાં આવશે. ત્રીજી સંસ્થા ગુજરાતના રાજકોટમાં ખોલવામાં આવશે. કેન્દ્રિય મંત્રીમંડળે વડોદરામાં સ્થાપિત રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાના કુલપતિ પદને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટે રોકાણ વધારવા અને કારોબારની સુગમતા વધારવા ભારત અને જાપાન વચ્ચે ઉન્નત મોડેલના વિકાસ માટે કરાયેલા એમઓયુને મંજૂરી આપી છે. આ એમઓયુનો ઉદેશ રોકાણની સુવિધા અને કારોબારી સુગમતાને ઉત્તેજન આપવાનો છે. જેનાથી એક એવા માળખાનો વિકાસને સહયોગ સંભવ થશે. જેમાં વહીવટી પ્રક્રિયા યોગ્ય રીતે પૂરી થશે, જેથી દેશમાં કારોબાર સુગમતાને ઉત્તેજન માટે ભારત દ્વારા હાથ ધરાયેલ પ્રયાસમાં ઝડપ લાવી શકાય.
