હિંસા પ્રભાવિત ઉત્તર પૂર્વ દિલ્લીમાં સ્થિતિ સામાન્ય : દિલ્હી પોલીસ
Live TV
-
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, હિંસા પ્રભાવિત ઉત્તર પૂર્વ દિલ્હીમાં સ્થિતિ સામાન્ય છે અને છેલ્લા 48 કલાક દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.આજે સવારે અસરગ્રસ્ત વિસ્તારોમાં કલમ 144 થી 10 કલાક રાહત આપવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે પોલીસ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે અને ઉપદ્રવીયો પર નજર રાખી રહી છે. હિંસામાં અત્યાર સુધી 38 લોકોનાં મોત નીપજ્યાં છે. સમાજના વિવિધ વર્ગમાં વિશ્વાસ વધારવાના પગલા રૂપે પોલીસ શાંતિ અને સાંપ્રદાયિક સુમેળ માટે રાષ્ટ્રીય રાજધાનીમાં શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરી રહી છે.
ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ સમાજના તમામ વર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે.
દિલ્હી વિશેષ પોલીસ કમિશનર કાયદો અને વ્યવસ્થા એસ.એન. શ્રીવાસ્તવને દિલ્હી પોલીસ કમિશનરનો વધારાનો હવાલો સોંપાયો છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં તાજેતરમાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને તેમને પોલીસ કાયદા અને વ્યવસ્થાના વિશેષ કમિશનર તરીકે નિયુક્ત કર્યા પછી આ કરવામાં આવ્યું છે.1985 બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી અને હાલના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકની જગ્યાએ વધારાનો હવાલો સંભાળશે. શ્રી પટનાયક આવતીકાલે નિવૃત્ત થઈ રહ્યા છે.
