Skip to main content
Settings Settings for Dark

નિર્ભયા કેસ : દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી ક્યુરેટિવ પીટીશન

Live TV

X
  • નિર્ભયા કેસનાં ચોથા અને છેલ્લા દોષિત પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન દાખલ કરી છે. આ અરજીમાં પવન ગુપ્તાએ ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની માંગણી કરી છે.અત્યાર સુધી પવને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટીશન કે દયાની અરજી દાખલ કરી ન હતી.પવનના વકીલ એપી સિંહનું કહેવું છે કે, પવન ગુપ્તાએ પોતાની અરજીમાં ફરી એક વાર ઘટના સમયે તે સગીર હોવાની વાત કરી છે. એપી સિંહનું કહેવું છે કે, ઘટના સમયે પવન ગુપ્તાની ઉંમર 18 વર્ષ હતી.

    દિલ્હીમાં પટિયાલા હાઉસ કોર્ટે નવુ ડેથ વોરન્ટ જાહેર કરીને 3 માર્ચે સવારે 6 વાગે ફાંસી આપવાની જાહેરાત કરી છે. જોકે પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા આ પહેલાં પણ ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારે પણ દોષિતોને ફાંસી આપવામાં આવી નહોતી

    ત્રણ દોષિત મુકેશ, વિનય અને અક્ષયને ફાંસી મળવાનું નિશ્ચિત :
    આ કેસમાં ચારેય દોષિત મુકેષ, વિનય, અક્ષય અને પવનને ફાંસીની સજા આપવામાં આવી છે. ચારમાંથી ત્રણ દોષિત મુકેશ, વિનય અને અક્ષયએ ફાંસીથી બચવા માટે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી ચૂક્યા છે અને તે ફગાવી દેવામાં આવી છે. તેમની ક્યુરેટિવ પિટીશન પણ ફગાવી દેવામાં આવી છે. આમ, આ સંજોગોમાં આ ત્રણેય દોષિતોને ફાંસી મળવી નિશ્ચિત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply