PM મોદી આજે ઉત્તર પ્રદેશની મુલાકાતે, વિવિધ પરિયોજનાઓનું કરશે લોકાર્પણ તથા ખાતમૂહુર્ત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ પ્રયાગરાજમાં આયોજિત વિશાળ શિબિરમાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને સાધન સહાયનુ વિતરણ કરશે. આ શિબિરમાં 26,500થી વધુ દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને અનેક સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે. લાભાર્થીઓની સંખ્યાને જોતા દેશની આ સૌથી મોટી વિતરણ શિબિર હશે. આ યોજનાનો ઉદ્દેશ્ય આ સાધનો દ્વારા દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોની રોજબરોજની જીવન અને તેમના સામાજિક-આર્થિક વિકાસ માટે સહાયતા ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉપરાંત પીએમ મોદી આજે ચિત્રકુટમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેની આધારશિલા રાખશે. આ એક્સપ્રેસવે ફેબ્રુઆરી 2018માં સરકાર દ્વારા ઘોષિત ઉત્તરપ્રદેશ રક્ષા પ્રાદ્યોગિકી જગતની સહમતીને આગળ ધપાવવાની મહત્વપૂર્ણ યોગદાન આપશે. 296 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે ચિત્રકુટ, બાંદા, મહોબા, હમીરપુર, ઝાલોર, ઓરૈયા અને ઈટાવા જિલ્લાને જોડશે.
