હિમાચલઃ સ્કૂલ બસ ખીણમાં ખાબકતા 30ના મોત, પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના
Live TV
-
હિમાચલમાં સ્કૂલ-બસ ખીણમાં ખાબકતાં 30ના મોત, મૃતકના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી રૂપિયા 5 લાખની સહાય
હિમાચલ ખાતે આવેલા કાંગડા જિલ્લાના નૂરપુર ગામમાં સોમવાર સાંજે એક સ્કૂલ બસ 200 ફૂટ ખાઇમાં ખાબકતા 30 લોકોના મોત થયા, જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બસ સ્કૂલના બાળકોને ઘરે છોડવા જઇ રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ બસમાં 40 બાળકો સવાર હતા. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે તપાસના આદેશ આપ્યા છે તેમજ મૃતકના પરિજનોને પાંચ લાખની સહાય રકમ આપવાની પણ જાહેરાત કરી છે.