હિમાચલના ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા, શિમલામાં હિમવર્ષા, ઠંડીમાં થયો વધારો
Live TV
-
હિમાચલના ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા, શિમલામાં હિમવર્ષા, ઠંડીમાં થયો વધારો
હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઘણા ભાગોમાં ઠંડીમાં વધારો થયો છે. આદિવાસી જિલ્લા લાહૌલ-સ્પીતિ અને કિન્નૌર સહિત કુલ્લુ, શિમલા, ચંબા અને સિરમૌરના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. શિમલાના પ્રખ્યાત પર્યટન સ્થળ કુફરીમાં પણ હળવી હિમવર્ષા થઈ હતી. જ્યારે શિમલા શહેરમાં બરફના કરા પડ્યા હતા. હવામાનમાં અચાનક પલટો આવતાં ઠંડી માં વધારો થયો છે અને લોકો ફરીથી હીટર, બ્લોઅર અને બોનફાયરનો સહારો લઈને ઠંડીથી રાહત મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે.
રાજધાની શિમલામાં શનિવારે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ હિમવર્ષા થવાની આગાહી કરી છે. હિમવર્ષાને જોતા રાજ્યના પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓનું આગમન વધી ગયું છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં કિન્નૌર જિલ્લાના નિચરમાં 10 સેમી, કલ્પામાં 4, સાંગલામાં 3 અને પૂહમાં 1 સેમી હિમવર્ષા નોંધાઈ છે.