Skip to main content
Settings Settings for Dark

હિમાચલપ્રદેશ ગ્લોબલ સમિટમાં PMનું સંબોધન, કર્યાં હિમાચલપ્રદેશના વખાણ 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં વૈશ્વિક રોકાણકારોના બે દિવસીય સંમેલનના ઉદ્દઘાટન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સંબોધન કર્યુ હતું. 

    પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ધર્મશાલામાં ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ! આ કલ્પના નથી, હકીકત છે, અભૂતપૂર્વ છે, અદ્દભૂત છે. આ હિમાચલ પ્રદેશનું એક સ્ટેટમેન્ટ છે આખા દેશ માટે દુનિયા માટે કે અમે હવે કમર કસી રહ્યા છીએ. 

    વધુમાં તેમણે કહ્યું કે, 'આપણે ત્યાં દરેક રાજ્યમાં અનેક શક્યતાઓ છે, રાજ્યના દરેક જિલ્લાઓમાં પણ શક્યતાઓ છે. આ Potential નો જેટલો વધુ લાભ આપણી સરકાર, આપણું ઉદ્યોગ જગત, લઘુ ઉદ્યોગ અને આપણા સર્વિસ સેક્ટર ઉઠાવે, એટલા જ ઝડપથી આપણે આગળ વધીશું. આજના ગ્લોબલ સિનારિયોમાં ભારત જો મજબૂતીથી ઉભું છે, તો એટલા માટે કારણ કે આપણે આપણી અર્થવ્યવસ્થાના ફંડામેન્ટલ્સને નબળું પડવા દીધું નથી. આજે ભારતમાં વિકાસની ગાડી નવી વિચારધારા અને નવા એપ્રોચ સાથે ફોર વ્હીલર પર ચાલી રહી છે. એક વ્હીલ સોસાયટીનું, જે Aspiring છે અને એક વ્હીલ સરકારનું જે નવા ભારતને પ્રેરણા આપે છે. બીજું વ્હીલ ઉદ્યોગોનું, જે જોખમ ઉઠાવે છે. એક વહીલ જ્ઞાનનું જે શેરિંગ કરે છે.'

    પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના વખાણ કરતાં કહ્યું હતું કે, 'હિમાચલ પ્રદેશનું રક્ષાક્ષેત્ર પણ બહુ મોટી શક્તિ છે. અહીંયાનો કોઈ પરિવાર એવો નથી, જ્યાં કોઈ સૈન્ય સાથે ન જોડાયું હોય. આપણા રિટાયર્ડ ફૌજીભાઈઓ તરીકે હિમાલ પ્રદેશ પાસે બહુ મોટો અનુભવ છે. પહેલા હિમાચલ પ્રદેશમાં એક ગેપનો અનુભવ થતો હતો. આ ગેપ ક્વૉલિટી ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર અને સરકારી પ્રક્રિયાઓના સરળીકરણની હતી. કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે મળીને આ ગેપ ભરવાની કોશિશ કરી છે.'
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply