Skip to main content
Settings Settings for Dark

હિમાચલમાં વિવિધ સ્થળોએ વાદળ ફાટવાને કારણે 50 થી વધુ લોકો ગુમ, બેના મૃતદેહ મળી આવ્યા

Live TV

X
  • હિમાચલ પ્રદેશના મંડી, શિમલા અને કુલ્લુ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે વાદળ ફાટવાને કારણે ઘણું નુકસાન થયું છે. કુલ 50 લોકો ગુમ છે જ્યારે બે અન્ય લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ ખુદ મીડિયાને આ માહિતી આપી હતી.

    મુખ્યમંત્રીએ કહ્યું, "એનડીઆરએફ, એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. મહેસૂલ મંત્રી સવારથી મારા સંપર્કમાં છે. 50 લોકો ગુમ છે અને બેના મૃતદેહ મળી આવ્યા છે. એક ઉચ્ચ સ્તરીય બેઠક અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે.

    તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ નદીઓ અને નાળાઓ નજીક ન જાય અને હાલના સમયે સુરક્ષિત સ્થાનો પર રહે. તેમણે કહ્યું કે, એરફોર્સ અને આર્મીને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

    સીએમ સુખુએ કહ્યું હતું કે, તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી છે. તેમણે મદદ કરવાની ખાતરી આપી છે. કોંગ્રેસના સાંસદો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પણ વાતચીત થઈ છે. રાજ્યની સ્થિતિ પર તમામની નજર છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

    હિમાચલમાં આપત્તિના વિનાશનો સામનો કરવા માટે, મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ સચિવાલયમાં અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યમાં લાગેલી છે. વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ બેઠકમાં મહેસૂલ મંત્રી જગત સિંહ નેગી પણ હાજર હતા.

    શિમલાના રામપુર તહસીલ, મંડી જીલ્લાના પધર તહસીલ અને કુલ્લુના જૌન ગામમાં વાદળ ફાટવાના કારણે 50 થી વધુ લોકો ગુમ છે. એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત, શોધ અને બચાવ કામગીરીમાં લાગેલી છે. સ્થાનિક પ્રશાસનને રાહત અને બચાવ કાર્ય સરળતાથી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી રાહત અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply