Skip to main content
Settings Settings for Dark

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત

Live TV

X
  • હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે  જનજીવન પ્રભાવિત થયું

    હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે  જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદના કારણે  બિયાસ નદી સહિતની નદીઓ ઓવરફ્લો થતાં  રસ્તા પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. વ્યાસ નદીની આસપાસ રહેતા લોકોને  ઘર ખાલી કરીને  સલામત જગ્યાએ ખસી જવાના આદેશ આપ્યા છે. આજે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતા  શિમલામાં શાળા કોલેજને બંધ રાખવામાં આવી હતી. પૂરના પાણીના કારણે  25 લોકો ફસાયા હતા. જેમને રેસ્કયૂ કરવામાં આવ્યાં હતા. વ્યાસ નદી ઓવર ફ્લો થતાં  નદીના વેગીલા પ્રવાહથી  કેટલાક વાહનો પણ તણાયા હતા. આ સમયે પૂરનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતું. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં  બે દિવસ સુધી ભારે વરસાદ અને હિમ વર્ષાની આશંકા વ્યક્ત કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply