પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ભોપાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહાકુંભ કરશે સંબોધિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા મહાકુંભને સંબોધિત કરશે. કાર્યક્રમમાં મધ્યપ્રદેશના230 વિધાનસભા ક્ષેત્રમાં આવેલા, 65 હજાર મતદાન કેન્દ્રોના, અંદાજે દસ લાખ કાર્યકર્તા ભાગ લેશે. આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટીના વિચારક અને જનસંઘ સહ સંસ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાય જયંતિ પ્રસંગે, ભેલના જંબૂરી મેદાનમાં થયું છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પણ કાર્યકર્તાઓને સંબોધવાના છે. કાર્યક્રમની તૈયારી સંપન્ન થઈ ચૂકી છે.
