હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસ બની દેશની પ્રથમ 'સ્પેસ-ટેક યુનિકોર્ન'
Live TV
-
ભારતીય સ્પેસ-ટેક સ્ટાર્ટઅપ સ્કાઈરૂટ એરોસ્પેસે (Skyroot Aerospace) ગુરુવારે(7 મે) 60 મિલિયન ડોલર (આશરે ₹570 કરોડ)નું ફંડ એકત્ર કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ કંપની દેશની પ્રથમ 'સ્પેસ-ટેક યુનિકોર્ન' સ્ટાર્ટઅપ બની ગઈ છે.
વેલ્યુએશનમાં ચાર ગણો વધારો
તાજેતરના ફંડિંગ રાઉન્ડમાં સ્કાયરૂટનું વેલ્યુએશન 1.1 અબજ ડોલર નોંધાયું છે, જે 2023માં કંપનીના 519 મિલિયન ડોલરના મૂલ્ય કરતાં લગભગ ચાર ગણું વધારે છે. આ નવું રોકાણ દર્શાવે છે કે ભારતનું ખાનગી સ્પેસ સેક્ટર ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈપણ સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 1 અબજ ડોલરને વટાવે છે, ત્યારે તેને 'યુનિકોર્ન' માનવામાં આવે છે.વિક્રમ-1 લોન્ચિંગ માટે ઉત્સાહ
હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક અને CEO પવન કુમાર ચાંદનાએ જણાવ્યું હતું કે, "અમે આગામી વિક્રમ-1 લોન્ચિંગને લઈને અત્યંત ઉત્સાહિત છીએ. આ ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ છે, જે વૈશ્વિક અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે. નવું રોકાણ વિશ્વના પ્રતિષ્ઠિત રોકાણકારોનો સ્કાયરૂટમાં વિશ્વાસ દર્શાવે છે."વૈશ્વિક રોકાણકારોનો રસ
આ ફંડિંગ રાઉન્ડમાં GIC અને બ્લેકરોક (BlackRock) જેવા અગ્રણી વૈશ્વિક રોકાણકારોએ ભાગ લીધો છે. કંપની અત્યાર સુધીમાં વિવિધ રાઉન્ડ દ્વારા કુલ 160 મિલિયન ડોલર (આશરે ₹1,500 કરોડ) એકત્ર કરી ચૂકી છે.આ નવી મૂડીની મદદથી સ્કાયરૂટને અનેક કાર્યોમાં વેગ મળશે
વિક્રમ-1 ના લોન્ચિંગની પ્રક્રિયા ઝડપી બનાવવી.
ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો.
વિક્રમ-2 (1 ટન શ્રેણીનું અદ્યતન ક્રાયોજેનિક લોન્ચ વ્હીકલ) વિકસાવવું.
