૨૧ જૂને વિશ્વભરમાં ઉજવવામાં આવશે યોગ દિવસ
Live TV
-
પ્રધાનમંત્રી મોદી 21 જૂને આંધ્રપ્રદેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં લેશે ભાગ
૨૧ જૂને વિશ્વભરમાં ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.ત્યારે યોગ દિવસની ઉજવણી માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. ૨૧ જૂને સવારે ૬.૩૦ થી ૭.૪૫ વાગ્યા સુધી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોગનો કાર્યક્રમ યોજાશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.આ ઉપરાંત,આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નારા ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ સહિત અન્ય લોકો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.તે જ સમયે, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત રાજસ્થાનના જોધપુરમાં ઐતિહાસિક મેહરાનગઢ કિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે.
દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ યોગ દિવસ એક સાથે ઉજવવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની થીમ "યોગ ફોર વન અર્થ,વન હેલ્થ" છે... આયુષ મંત્રાલયે જણાવ્યું કે આંધ્રપ્રદેશમાં મુખ્ય કાર્યક્રમ 'યોગ સંગમ'નું આયોજન ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ , ગોવા દ્વારા મ્હાપુસાના પેડેમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી રહ્યું છે. સંસ્થાએ જણાવ્યું હતું કે પેડેમ અને મ્હાપુસા વિસ્તારોના મોટી સંખ્યામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ અને સ્થાનિક નાગરિકો આ કાર્યક્રમમાં ભાગ લેશે.
