‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ના થીમ સાથે 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ઉજવાશે ‘રાષ્ટ્રીય પોષણ માહ’
Live TV
-
રાજ્યના શૂન્યથી 6 વર્ષની વયજૂથના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓમાં પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી રાજ્યમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ કાર્યરત છે. આ ICDS હેઠળ કુપોષણનો વ્યાપ ઘટાડવા માટે પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા ટેક હોમ રાશન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યની આંગણવાડીના 15 લાખથી વધુ બાળકોને ટેક હોમ રાશન દ્વારા પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો છે.
ઉપરાંત, રાજ્યની 6 લાખ સગર્ભા અને ધાત્રીમાતાઓ તેમજ 11 લાખ કિશોરીઓને પણ ટેક હોમ રાશન આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ના થીમ સાથે 1 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારત ‘રાષ્ટ્રીય પોષણ માહ’ ઉજવી રહ્યું છે. જેમાં ગુજરાત સક્રિય ભાગ લેશે.
