Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ મુર્મુ 5મી સપ્ટેમ્બેરે વિજ્ઞાન ભવન ખાતે 75 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023 એનાયત કરશે

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી 5મી સપ્ટેમ્બેરે નવી દિલ્હીના  વિજ્ઞાન ભવન ખાતે પસંદ કરેલા 75 શિક્ષકોને પુરસ્કારોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2023 એનાયત કરશે. ભારત દર વર્ષે 5 સપ્ટેમ્બર, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. 

    આ વર્ષથી, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના શિક્ષકોને સામેલ કરવા માટે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારની મર્યાદાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. શાળાના 50 શિક્ષકો, 13 ઉચ્ચ શિક્ષણના શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના શિક્ષકોને આ વર્ષે પુરસ્કાર આપવામાં આવશે.

    આ પુરસ્કારનો હેતુ દેશમાં શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી કરવાનો છે. આ પુરસ્કારમાં પ્રશસ્તિપત્રની સાથે 50 હજાર રૂપિયાનો રોકડ પુરસ્કાર અને રજત ચંદ્રક આપવામાં આવે છે. એવોર્ડ વિજેતાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાર્તાલાપ કરવાની તક પણ મળશે.

     
        

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply