EDએ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની બેંક છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી
Live TV
-
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેનેરા બેંક સાથે જોડાયેલા 538 કરોડ રૂપિયાના કથિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મુંબઈમાં ED ઑફિસમાં લાંબી પૂછપરછ પછી પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નરેશ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. નરેશ ગોયલને આજે મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
અગાઉ, કેનેરા બેંકની ફરિયાદના આધારે સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર નોંધ્યા પછી જુલાઈ 2020 માં EDએ ગોયલ, તેની પત્ની અનિતા અને તેના સહયોગીઓ પર દરોડા પાડ્યા હતા. એફઆઈઆર મુજબ, બેંકે આરોપ લગાવ્યો છે કે તેણે જેટ એરવેઝને 848.86 કરોડ રૂપિયાની ક્રેડિટ લિમિટ અને લોન મંજૂર કરી છે - જેમાંથી 538.62 કરોડ રૂપિયાનું લેણું બાકી છે.
