Skip to main content
Settings Settings for Dark

1 ડિસેમ્બરે BSFનો સ્થાપના દિવસ, ગુજરાત BSFએ ગાંધીનગરમાં ઉજવણી કરી

Live TV

X
  • ગુજરાત BSFના ઈતિહાસમાં ડ્રગ્સની ઘૂસણખોરી ક્યારેય સફળ થઈ નથીઃ ફ્રન્ટિયર આઈજી જી. એસ. મલિક

    1 ડિસેમ્બર 1965માં BSFની સ્થાપના થઇ હતી. જે નિમિત્તે BSF 57મો સ્થાપના દિવસ ઉજવી રહ્યુ છે. જે અંતર્ગત ગુજરાત BSF દ્વારા ગાંધીનગર ખાતે આજે વોલીબોલ, ક્રિકેટ ગોલ્ફ, ટગ ઓફ વોર જેવી રમતો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રસ્સા ખેંચની સ્પર્ધામાં ફ્રન્ટીયર ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને ફ્રન્ટીયર આઇજી G S મલિકે શુભેચ્છાઓ પાઠવી હતી. બીએસએફ આઈ જી G. S. મલિકે જણાવ્યું હતું કે,  પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફ દેશની સીમાઓ પર BSF સુરુક્ષા કરે છે. ગુજરાતમાં 826 કિલોમીટર વિસ્તારમાં ફ્રન્ટીયર સુરક્ષા કરે છે જે ગર્વની બાબત છે. ગુજરાતમાં હરામી નાળા ક્રિક એરિયા પહેલા ચેલેન્જ સમાન હતા. પણ અમે હરામીનાળાના એન્ટ્રી પોઇન્ટસ 1164, 1166, 1169 પૂરેપૂરા સીલ કર્યા છે. 2021માં એકપણ બોટની ઘૂસણખોરી હરામીનાળાથી નથી થઈ. હમણાં ડ્રગ્સની ઘૂસણખોરીના કેસ સામે આવી રહ્યા છે. તે મામલામાં એમણે કહ્યું કે, ગુજરાત BSFના ઇતિહાસમાં ગુજરાતમાં ડ્રગ્સની ઘૂસણ ખોરી નથી થઈ જે અમારી સૌથી મોટી ઉપલબ્ધિ છે. તેમણે ઉમેર્યું કે બધી ફોર્સ કો-ઓર્ડિનેશનમાં કામ કરે છે. બાડમેરમાં બે કેસ એવા છે જયાંથી ડ્રગ્સ સપ્લાયની કોશિશ કરાઈ હતી પણ પકડાઈ ગયા હતા. પંજાબથી બે લોકો આવ્યા હતા જેમને BSFએ પકડી લીધા હતા. નડા બેટના બોર્ડર ટુરિઝમ પ્રોજેકટ અંતર્ગત તેમણે જણાવ્યું કે વાઘા બોર્ડર પર જે રીતે પરેડ થાય છે એવો  વાઘા ઓફ ગુજરાત કહી શકાય તેવો પ્રોજેકટ તૈયાર થઈ રહ્યો છે. જે માટે ગુજરાત સરકાર દ્વારા 100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. 

     

    ફ્રન્ટિયર આઈજીએ કહ્યું હતું કે, શરૂઆતથી લઈને અત્યાર સુધી, સરહદ સુરક્ષા દળના 1900થી વધુ બહાદુર સરહદ રક્ષકોએ દેશની સરહદોને સુરક્ષિત રાખવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે અને 5000થી વધુ સરહદ રક્ષકો ગંભીર રીતે ઘાયલ થયા છે. યુદ્ધ અને સરહદોની સુરક્ષા દરમિયાન અદમ્ય હિંમત અને બહાદુરી દાખવનાર બહાદુર સરહદ રક્ષકોને ઉત્કૃષ્ટ સેવા અને નિષ્ઠા માટે મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર, વીર ચક્ર અને શૌર્ય ચક્ર પુરસ્કારો પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા રાષ્ટ્રીય સન્માનોથી નવાજવામાં આવ્યા છે.  જે આ દળના સરહદ રક્ષકોની શિસ્ત, નિષ્ઠા અને કાર્યદક્ષતાનું પ્રતિબિંબ છે. 

     

    ગુજરાત સરકાર અને સીમા સુરક્ષા દળના સહયોગથી બનાસકાંઠાના નડાબેટ ખાતે નવનિર્મિત "સીમા દર્શન પ્રોજેક્ટ" સરહદ સુરક્ષા દળના ગૌરવશાળી ઈતિહાસનો સાક્ષી બનશે.  "સીમા દર્શન પ્રોજેક્ટ" એ દેશની સરહદ સુરક્ષા દળનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે, જે BSF નો ઉદભવ, વિકાસ, સરહદ સુરક્ષા દળની ભૂમિકા, યુદ્ધોમાં તેની ભૂમિકા, સિદ્ધિઓ અને બળના શહીદોનો મહિમા સચિત્ર પ્રદર્શિત કરશે. ગુજરાત સરકારના આ મહત્વપૂર્ણ યોગદાનથી સરહદી પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને લોકોને આ વિસ્તારમાં રોજગારી મળશે તેમજ આ વિસ્તારનો પણ વિકાસ થશે. સરહદોની સુરક્ષાની સાથે સાથે, બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ ઝુંબેશ જેમ કે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ, સ્કીલ ઈન્ડિયા મિશન, આત્મનિર્ભર ભારત વગેરેમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2024 Max Temp : °C Min Temp : °C
apply