Skip to main content
Settings Settings for Dark

10 લાખ ટન ખાંડની નિકાસ કરવાની કેન્દ્ર સરકારની મંજૂરી, 5 કરોડ ખેડૂત પરિવારોને થશે લાભ

Live TV

X
  • કેન્દ્ર સરકારે વર્તમાન સુગર માર્કેટિંગ સિઝન 2024-25માં 10 લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી છે. છેલ્લી માર્કેટિંગ સિઝન 2023-24 દરમિયાન, સ્થાનિક પુરવઠાની ચિંતાઓને કારણે ખાંડની નિકાસ પર સંપૂર્ણ અંકુશ મૂકવામાં આવ્યો હતો. ખાદ્ય મંત્રાલયે સોમવારે આ સંબંધમાં એક આદેશ જાહેર કર્યો હતો જેમાં ખાંડ માર્કેટિંગ સીઝન 2024-25માં 10 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપવામાં આવી છે.

    મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં ખાંડની નિકાસનો મિલ મુજબનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ એક એક્સ-પોસ્ટમાં લખ્યું છે કે ભારત સરકારે વર્તમાન ખાંડ માર્કેટિંગ સીઝન 2024-25 માટે 10 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે આનાથી કિંમતોમાં સ્થિરતા સુનિશ્ચિત થશે, 5 કરોડ ખેડૂત પરિવારો અને 5 લાખ કામદારોને મદદ મળશે. 

    ગ્રીમુન્ડી લાઈવના સ્થાપક અને એમડી ઉપ્પલ શાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે 10 લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસને મંજૂરી આપવાના સરકારના નિર્ણયને આવકારીએ છીએ. આપણે જાણીએ છીએ કે ભારતીય બજારમાં ખાંડના નીચા ભાવને કારણે ખાંડની મિલો રોકડની તંગીનો સામનો કરી રહી છે. જેના કારણે તેઓ આર્થિક રીતે નબળા બની ગયા છે.ઉપ્પલ શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ નિર્ણયથી ખાંડના ભાવ સ્થિર થશે અને મિલોને વધારાની આવક મળશે, જે ખેડૂતોના લેણાંની ચુકવણી કરવામાં મદદ કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2025 Max Temp : °C Min Temp : °C
apply