107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનો PM મોદીએ કરાવ્યો પ્રારંભ
Live TV
-
બેંગ્લુરુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું કર્યુ ઉદ્ઘાટન - કહયું ભારતના વિકાસની ગાથા , વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રોની સફળતા પર રાખે છે આધાર - પ્રધાનમંત્રીએ અવકાશ બાદ , દરિયાના ઉંડાણ માપવા સજ્જ થવા પર મુક્યો ભાર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરૂમાં 107મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ સાયન્સનો પ્રારંભ કરાવ્યો હતો. આ સંમેલનને દુનિયાનું સૌથી મોટું વૈજ્ઞાનિક સંમેલન માનવામાં આવે છે. આ સંમેલનની થીમ ગ્રામીણ વિકાસ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની છે.
પ્રધાનમંત્રીએ સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્રામિણ વિકાસમાં ટેકનોલોજીને એક મોટું હથિયાર બનાવવાનું છે. તેનો લાભ , ગામ અને ગ્રામિણ અર્થ વ્યવસ્થાને થનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , આ સમારંભમાં ઉપસ્થિત વૈજ્ઞાનિકોને ગ્રામિણ વિકાસ માટે વિચારવા નવો આવિષ્કાર કરવા કહયું હતું.
તેમણે કહયું કે જલ જીવન મીશન સરકાર દ્વારા શરૂ કરાયું છે. જેનાથી દેશભરમાં લોકોને પીવાનું સ્વચ્છ પાણી પહોચાડવા, પાણીની બચત કરવા , અને પાણીના બગાડને કઇ રીતે રોકી શકાય તે માટે વિચાર કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહયું કે દેશે સીંગલ યુઝ પ્લાસ્ટીકને ખતમ કરવાનું બિડુ ઉઠાવ્યું છે. તેનો વિકલ્પ શોધવા પણ વિચાર કરવા કહયું હતું. પાચ દિવસ ચાલનાર આ વિજ્ઞાન ઉત્સવમાં 15 હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઇ રહયાં છે.
