Skip to main content
Settings Settings for Dark

બેંગ્લોરઃ PM મોદીએ પાંચ યુવા વૈજ્ઞાનિક પ્રયોગશાળા રાષ્ટ્રને કરી સમર્પિત 

Live TV

X
  • બેંગ્લોરમાં પીએમ મોદીએ પાંચ રક્ષા સંબંધી યુવા વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગ્લોરમાં ગુરુવારે રક્ષા સંબંધી અને વિકાસ સંગઠનની પાંચ યુવા વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓનો શુભારંભ કર્યો હતો. આધુનિક પ્રૌધોગિકી ક્ષેત્રમાં પાંચ પ્રયોગશાળાઓ સ્થાપિત કરવાના મુદ્દા પર ગંભીરતાથી કામ કરતા બેંગ્લોર, કલકત્તા, ચૈન્નઈ, હૈદરાબાદ અને મુંબઈમાં આ પ્રકારની સંસ્થાનો શરૂ કરવામાં આવી છે. 

    પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, ડીઆરડીઓને તેઓ એવી ઉંચાઈ પર જોવા માંગે છે, જ્યાં માત્ર ભારતના વૈજ્ઞાનિકોની જ દિશા નહીં બલ્કે વિશ્વના વૈજ્ઞાનિકોને પણ પ્રેરણા મળી રહે. વધુમાં તેમણે કહ્યું કે, આ પ્રયોગશાળાઓ યુવાઓના સ્વભાવ અને તેમની સહનશક્તિની પણ પરીક્ષા કરશે. 

    આ દરમ્યાન પ્રધાનમંત્રીએ ડીઆરડીઓમાં આયોજિત એક પ્રદર્શનીનું પણ નિરીક્ષણ કર્યું હતું. જેમાં રક્ષાક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વના ઉત્પાદનોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply