Skip to main content
Settings Settings for Dark

12 વાગ્યા સુધીમાં MPમાં નોંધાયું 22 ટકા અને મિઝોરમમાં 29 ટકા મતદાન

Live TV

X
  • મધ્યપ્રદેશ વિધાનસભાની 230 અને મિઝોરમ વિધાનસભાની ,40 બેઠકો માટે ,મતદાન શરૂ થયું ગઈ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, યશોધરા રાજે ,અને કોંગ્રેસ નેતા કમલનાથે ,મતદાન કર્યું હતું. આ દરમિયાન વોટિંગ મશીનમાં ગડબડીના પરિયાદ વચ્ચે ચૂંટણી પંચે કહ્યું છે કે, ખરાબ મશીનોને બદલી નાખવામાં આવ્યા છે. મતદાન દરમિયાન ડ્યૂટી કરતા 3 મતદાન કર્મચારીનું નિધન થયું છે. ચૂંટણી પંચે આ કર્મચારીના પરિવારને દસ લાખ રૂપિયાની જાહેરાત કરી છે.

    મધ્યપ્રદેશમાં 12 વાગ્યા સુધીમાં 22 ટકા મતદાન થયું..તો મિઝોરમમાં 11 વાગ્યા સુધીમાં 29 ટકા મતદાન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ,ટ્વિટ કરી ,ભારે મતદાનની અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું છે કે આજે મધ્યપ્રદેશમાં મતદાનનો દિવસ છે. પ્રદેશના બધા મતદાતાઓને મારો આગ્રહ છે કે તે પૂરા ઉત્સાહ સાથે લોકતંત્રના મહાપર્વમાં ભાગ લે અને મોટી સંખ્યામાં મતદાન કરે. બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્ર લખી વોટ કરવા અપીલ કરી છે.

    મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે, 2 હજાર 907 ઉમેદવારો, મેદાનમાં છે. રાજ્યમાં, 65 હજાર 367 મતદાન કેન્દ્રોમાં ,મતદાન થઈ રહ્યું છે. બીજી તરફ ,મિઝોરમ વિધાનસભાની ,40 બેઠક માટે પણ ,મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં ,209 ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસ અને ,એમ.એન.એફ. દ્વારા ,તમામ 40 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે. ભાજપે, 39 બેઠક પર ,ઉમેદવારો ઉતાર્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply