17,000 ફૂટની ઊંચાઈ પર ITBPના જવાનોનો યોગ અભ્યાસ
Live TV
-
જમીનથી હજારો ફૂટની ઊંચાઈ પર હિમાલયના હિમવીર યોગ કરી રહ્યા છે, હાડ થીજવતી ઠંડીમાં જવાનો યોગ કરી રહ્યા છે.
યોગ એ શરીરમાં સ્ફૂર્તિ લાવવા ખૂબ જ ઉપયોગી છે, ત્યારે સેનાના જવાનો પણ યોગનો સહારો લેતા હોય છે. ITBPના જવાનોએ લદ્દાખમાં હાડ થિજાવતી ઠંડીમાં યોગ કરી સૌને મંત્ર મુગ્ધ કરી દીધા છે.
17,000 ફૂટની ઊંચાઈ પર ITBPના જવાનોએ યોગા અભ્યાસ કર્યો હતો, જેના ફોટોગ્રાફ્સ ITBPએ ટ્વીટર પર શેર થયા છે. કડકડતી ઠંડીમાં યોગા કરવા ખૂબ જ કઠિન હોય છે, પણ શરીરમાં સ્ફૂર્તિ લાવવા માટે યોગ પણ એટલા જ જરૂરી છે. ફોટોગ્રાફ્સમાં જવાનો જે રીતે યોગ કરી રહ્યા છે, તેના જોતા એવું લાગી રહ્યું છે કે, દેશના સીમાડાઓની રક્ષા કરવા માટે જવાનો કેટ-કેટલી મુશ્કેલીઓનો સામનો કરી દેશવાસીઓની રક્ષા કરે છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક