એટ્રોસીટી એક્ટના દૂરઉપયોગને રોકવા માટે માર્ગદર્શિકા જાહેર કરતી સુપ્રીમ કોર્ટ
Live TV
-
સુપ્રિમ કોર્ટના નિર્ણયથી એસ.સી. એસ.ટી.ના કાયદાના કારણે સરકારી કર્મચારીઓને એક મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ કાયદાના દૂરઉપયોગને રોકવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે પ્રમાણે કોઇપણ મામલો નોંધાયા પછી સરકારી અધિકારીની તરત ધરપકડ થશે નહીં.શરૂઆતની તપાસ પછી જ કાર્યવાહી કરાશે. વળી કર્મચારીઓ અગ્રિમ જામીન માટે અરજી કરી શકશે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે આ કાયદાનો મોટા પાયે દૂરઉપયોગ થાય છે જેને રોકવો જરૂરી છે.