લોકસભાની કાર્યવાહી કરાઇ દિવસભર માટે સ્થગિત
Live TV
-
સંસદના બજેટ સત્રના 12માં દિવસે લોકસભામાં ટી.ડી.પી. અને વાય.એસ.આર.કોંગ્રેસ તરફથી અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ આપવામાં આવી હતી. સાંસદોનો હંગામો જોતા અધ્યક્ષે કહ્યું હતું કે ગૃહ ઓર્ડરમાં નથી તેથી અવિશ્વાસ પ્રસ્તાવ રાખી શકાય નહીં. સાંસદોનો હંગામો યથાવત રહેતા લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભાની કાર્યવાહી પણ હંગામાના કારણે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે..