18થી 23 જુલાઇના JEE મેઇન, 26 જુલાઇના નીટની પરીક્ષા લેવાશે
Live TV
-
કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે લાઇવ સંવાદ વેબિનાર દ્વારા પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરી
હવે JEE મેઇન પરીક્ષા 18થી 23 જુલાઇ વચ્ચે આયોજિત કરવામાં આવશે. 26 જુલાઇના નીટની પરીક્ષા યોજાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે થયેલા સંવાદ વેબિનારમાં પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરી હતી. આ વખતે નીટ માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી છે.આ વિશે મંગળવારે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે બપોરે 12 વાગ્યે જાણકારી આપી. કેન્દ્રીય મંત્રીએ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વેબિનાર દ્વારા સંવાદ કરીને પરીક્ષાઓની તારીખની જાહેરાત કરી. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ટૂંક સમયમાં CBSEની પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરવામાં આવશે. પરીક્ષાના 14 દિવસ પહેલા એડમિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવશે.
