દેશમાં કોરોના વેક્સિનના સંશોધન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ICMR સાથે કરી ચર્ચા
Live TV
-
હાલ 30 જેટલી વેક્સિનો ઉપર અલગ અલગ ચરણોમાં ચાલી રહી છે સંશોધનની પ્રક્રિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંત્રી મંડળ સાથે તેમજ ICMR ના અધિકારીઓ સાથે કોરોના વાયરસની વેક્સિનેશનના સંશોધન પર સમિક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં દેશમાં વિવિધ ફાર્મા કંપનીઓ દ્વારા કોરોના વાયરસની વેક્સિનના સંશોધન અંગે ચર્ચા કરાઈ હતી. સૌથી મહત્વની વાત એ છે કે હાલ દેશમાં 30 અલગ અલગ કંપનીઓ દ્વારા કોરોના વાયરસ વેક્સિન પર રિસર્ચ ચાલી રહ્યું છે તે તબક્કા ક્યાં ક્યાં પહોચ્યા છે તે અંગે પણ સમીક્ષા થઇ હતી..
