18 રાજ્યો-2 કેન્દ્રશાસિત પ્રદેશોની 91 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પુર્ણ
Live TV
-
17મી લોકસભા ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. તમામ રાજ્યોમાં અત્યારસુધી શાંતિપૂર્વક મતદાન થયું છે. ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
સરેરાશ અત્યાર સુધીમાં બીહારમાં 33.50 ,ઉત્તરપ્રદેશમાં 50.86, ઓરીસ્સામાં 45 ,આસામમાં 59.05 ,આધ્રપ્રદેશમાં 53 ,જમ્મુ કાશ્મીરમાં 35.52.પશ્ચીમ બંગાળમાં 59.05 મેઘાયલમા 55 ટકા મતદાન નોંધાયું હતું ચૂંટણીના મહાપર્વમાં આ વખતે સવારથી જ લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. જો કે, બપોરે થતાં ધસારો ઓછો થયો છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી તથા વી.કે સિંહ, ચૌધરી અજીતસિંહ, જયંત ચૌધરીએ મતદાન કર્યું હતું.
