મતદાતાઓમાં જોવા મળ્યો ઉત્સાહ, શતાયુ વૃદ્ધોથી લઈને દિવ્યાંગોએ આપ્યા મત
Live TV
-
લોકસભા ચુટણીમાં દરેક સામાન્ય અને ખાસ મતદાતાઓએ પુરા જોશ સાથે લોકતંત્રના પર્વમાં લિધો ભાગ- મહિલાઓ, યુવાઓ,વૃદ્ધો અને દિવ્યાંગોએ કર્યો પોતાના મતાધિકારનો ઉપયોગ-
આજે 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 91 સીટો પર પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. ચૂંટમી પંચના જણાવ્યા પ્રમાણે તમામ સીટો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે. આજના મતદાનમાં મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
અનેક જગ્યાઓએ મહિલાઓએ મોટી સંખ્યામાં હાજર રહી મત આપ્યો હતો, તો અનેક જગ્યાએથી 100 વર્ષની ઉંમર સુધીના વૃદ્ધોએ પણ મત આપી ખુશી અનુભવી હતી. કેટલાક લોકોએ તો સ્ટ્રેચર પર બેસીને વોટ આપ્યો હતો, તો વિકલાંગોએ પણ પોતાના મતદાન હકનો ઉપયોગ કર્યો હતો.
દિગ્ગજ નેતાઓથી લઈને બોલિવૂડ કલાકારોએ પણ મત આપી પોતાની નાગરિક તરીકેની ફરજ બજાવી હતી. તો કેટલાક સ્થળો પર મતદાતાઓની લાંબી લાઈનો જોવા મળી હતી.
