2જી અને 9મી માર્ચ 2022ના રોજ અમદાવાદ-પટના ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે
Live TV
-
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ છિવકી સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ, નૈની-પ્રયાગરાજ છિવકી વચ્ચે ત્રીજી લાઇનના નિર્માણ માટે નોનઇન્ટરલોકિંગ કાર્ય હોવાને કારણે અમદાવાદ-પટના સાપ્તાહિક ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે જેની વિગતો નીચે મુજબ છેઃ-
• તારીખ 02 અને 09 માર્ચ 2022ની ટ્રેન સંખ્યા 09447 અમદાવાદ-પટના ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે.
• તારીખ 04 અને 11 માર્ચ 2022ની ટ્રેન નંબર 09448 પટના-અમદાવાદ ક્લોન સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે.
