દેશમાં લગભગ આઠ હજાર 600 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત : આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા
Live TV
-
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે દરેકને સસ્તી દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે દેશમાં લગભગ આઠ હજાર 600 જન ઔષધિ કેન્દ્રો ચાલી રહ્યા છે. એક ટ્વિટમાં માંડવિયાએ કહ્યું કે જન ઔષધિ કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે આજથી સાતમી માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, જન ઔષધિ પ્રોજેક્ટ અને જેનરિક દવાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં 75 સ્થળોએ પદયાત્રા પણ કાઢવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે આ કેન્દ્રોમાંથી લાખો લોકો સસ્તા દરે દવાઓ ખરીદે છે. તેમણે ખાતરી આપી કે આ યોજના હેઠળ દરેકને શ્રેષ્ઠ અને સસ્તી દવાઓ મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.
