20 જુલાઇએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે
Live TV
-
20 જુલાઇએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ એક દિવસમાં વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં ત્રણ અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે. વલસાડમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બે લાખ મકાનોનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ ધરમપુરમાં પાણી પુરવઠા જૂથ યોજનાનું લોકાર્પણ પણ કરશે. ઉપરાંત જૂનાગઢમાં પશુ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરશે અને ત્યારબાદ FSL ના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
