21 વિપક્ષી દળોની ફાઈલ થયેલી અરજીની થઈ સુનાવણી
Live TV
-
21 વિપક્ષી દળોની ફાઈલ થયેલી અરજીની સુનાવણી કરતા લોકસભા ચુંટણી પહેલા સુપ્રિમ કોર્ટે ગઈકાલે ચુંટણી પંચને બે સપ્તાહમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ચુંટણી પંચે ચુંટણી પરિણામોની ઘોષણા પહેલા EVM ના 50 % પરિણામોની VVPAT સાથે મેળવણી કરવાની રહેશે. મુખ્ય ન્યાયમુર્તિ રંજન ગોગોઈના અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું હતુ કે 25 માર્ચે આગામી સુનાવણીમાં ચુંટણી પંચના એક વરિષ્ઠ અધિકારી પણ હાજર રહે. TDP ,કોંગ્રેસ, NCP, ડાબેરી પક્ષો , સપા, બસપા સહિત રાષ્ટ્રીય પાર્ટીના પ્રમુખ નેતાઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
