21 MiG-29 વિમાનો અને 12 સુખોઇ-30 MKI વિમાનોની ખરીદીને મંજૂરી
Live TV
-
રક્ષા અધિગ્રહણ પરિષદે 21 મિગ-29 વિમાનોની ખરીદીને મંજૂરી આપી છે....59 મિગ-29 લડાકુ વિમાનોને અપગ્રેડ કરવામાં આવશે...પરિષદે કુલ 38,900 કરોડ રૂપિયાની રક્ષા સંબંધી ખરીદીને મંજૂરી આપી દીધી છે...આ સાથે જ 12 સુખોઇ-30 MKI વિમાનોની ખરીદીને પણ મંજૂરી આપી છે..
સંરક્ષણ ખરીદ પરિષદની બેઠકમાં આજે ભારતીય સૈન્ય માટે આવશ્યક ઉપકરણોની ખરીદી માટે વિભિન્ન પ્લેટફોર્મને મંજૂરી આપવામાં આવી છે....અંદાજે 38 હજાર 900 કરોડ રૂપિયાના ખર્ચની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં દેશમાં ઉત્પાદિત સ્વદેશી ડિઝાઇન અને તેના વિકાસ ઉપર ભાર મૂકાયો હતો...આજે જે દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે...તેમાં રક્ષા ઉદ્યોગોમાંથી 31 હજાર 130 કરોડ રૂપિયા સુધીની ખરીદી સામેલ છે...આ ઉપકરણોનું નિર્માણ દેશમાં કરવામાં આવશે... જેમાં નાના, મધ્યમ ઉદ્યોગો પણ સામેલ છે...જેમાંની કેટલીક પરિયોજનામાં 80 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરાશે... નવી અને વધારાની મિસાઇલ્સ પ્રણાલીઓની ખરીદીને કારણે સેનાની ત્રણે પાંખોની શક્તિમાં થશે વધારો...
