Skip to main content
Settings Settings for Dark

23 મેના રોજ યોજાનાર મતગણતરી પહેલા NDAના નેતા નવી દિલ્હીમાં આજે બેઠક યોજશે

Live TV

X
  • આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત બિહારના મુખ્યમંત્રી અને જનતાદળ યુનાઈટેડના અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે તેમજ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાન ઉપસ્થિત રહેવાની આશા છે.

    23 મેના રોજ યોજાનાર મતગણતરી પહેલા NDAના નેતા નવી દિલ્હીમાં આજે બેઠક યોજશે. આ બેઠકમાં ચૂંટણી બાદની રણનીતિ અંગે ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત બિહારના મુખ્યમંત્રી અને જનતાદળ યુનાઈટેડના અધ્યક્ષ નીતિશ કુમાર, શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે તેમજ લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ રામવિલાસ પાસવાન ઉપસ્થિત રહેવાની આશા છે. NDAના ટોચના નેતાઓ સાથે રાત્રી ભોજન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, મંત્રીમંડળના સભ્યો સાથે પણ મુલાકાત કરશે. આ અગાઉ ભાજપના ટોચના નેતાઓની બેઠક પાર્ટીની મુખ્ય કચેરી ખાતે યોજાશે. આ બંને બેઠક એક્ઝીટ પોલ આવ્યા બાદ મળી રહી છે. મતદાન બાદના સર્વેક્ષણમાં ભાજપાના વડપણ હેઠળની NDA સરકારની વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી છે. બીજીબાજુ વિપક્ષ ખંડીત જનાદેશની સ્થિતિમાં કેન્દ્રમાં સરકાર રચવા માટે બિન NDA અને NDAથી અલગ થયેલ પક્ષોને સંગઠન કરવાની તૈયારી કરી રહ્યા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદપવારના નેતૃત્વમાં આજે વિપક્ષી દળોની બેઠક નવી દિલ્હીમાં યોજાશે, જેમાં રાજકીય પરિસ્થઇતિ વિશે અને સરકારની રચનાના દાવા માટે બિન-NDA ગઠબંધન બનાવવાની સંભાવના ઉપર ચર્ચા થવાની આશા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply