24 કલાકમાં દેશમાં 36,604 નવા કેસ, 43 હજારથી વધુ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત
Live TV
-
દેશમાં કોરોના સંક્રમણને રોકવા, સરકાર દ્વારા લેવાઇ રહેલા સઘન પગલાંને કારણે, સારા પરિણામો સામે આવી રહ્યા છે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં, કુલ 89,32,647 દર્દીઓ સારવારને અંતે સ્વસ્થ થઇ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, 24 કલાક દરમિયાન દેશમાં 36,604 નવા કેસ નોંધાયા છે અને 43,062 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રિકવરી રેટ વધ્યો
સાથે જ રિકવરી રેટ વધીને 93.94 ટકા થયો છે. તો મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે. તો કોલકાતા ખાતે આજથી, કોરોનાની કો-વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યુ છે. 2 ભારતીય કંપનીને પણ રશિયન કોરોના વેક્સિન સ્ફૂટનિક-વીના ટ્રાયલ માટેની મંજૂરી મળી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દેશમાં 1 ડિસેમ્બરના રોજ 10 લાખથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
