મસાલાના બાદશાહ તરીકે જાણીતા MDHના માલિક ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે નિધન
Live TV
-
MDH મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીનું ગુરુવારે સવારે નિધન થયુ છે. વહેલી સવારે ધર્મપાલ ગુલાટીએ અંતિમ શ્વાસ લીધા હતા.
98 વર્ષની વયે તેમનું નિધન થયું છે. થોડા દિવસો અગાઉ જ તે કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ્ય થયા હતા. પરંતુ આજે વહેલી સવારે હૃદય રોગના હુમલાના કારણે તેમનું નિધન થયું છે. ગયા વર્ષે તેમને પદ્મ ભૂષણ એવોર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
