ચક્રવાત 'બુરેવી' અંગે પ્રધાનમંત્રી મોદીએ તમિલનાડુ અને કેરળના મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના કેટલાક ભાગોમાં ચક્રવાત બુરેવીને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે તમિલનાડુના મુખ્યમંત્રી થીરૂ એડપ્પડી કે પલાનીસ્વામી અને કેરળના મુખ્યમંત્રી પિનરાય વિજયન સાથે સંવાદ કર્યો.
તમિલનાડુના સીએમ થીરૂ સાથે સંવાદ
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "તમિલનાડુના સીએમ થીરુ @EPSTamilNadu જી સાથે ટેલિફોન પર સંવાદ કર્યો. અમે ચક્રવાત બુરેવીને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં સર્જાયેલી પરિસ્થિતિઓની ચર્ચા કરી હતી. કેન્દ્ર તમિલનાડુને તમામ સંભવિત સમર્થન આપશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોની સુખાકારી અને સલામતી માટે હું પ્રાર્થના કરું છું."
કેરળના સીએમ પિનરાય વિજયન સાથે સંવાદ
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "રાજ્યમાં ચક્રવાત તોફાન બુરેવીને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓ અંગે કેરળના સીએમ @vijayanpinarayi જી સાથે વાત કરી હતી. કેરળને મદદ કરવા માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના."
