3.15 મિનીટના વિડીયોમાં પ્રધાનમંત્રી મોદીએ ગણાવી સરકારની સિધ્ધી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો પોસ્ટ કરી સીધ્ધીઓ વર્ણવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં આજના દિવસે જ શપથ લીધા હતા. કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થતાં પીએમ મોદીએ શનિવારે સવારે એક પછી એક એમ ત્રણ ટ્વિટ કર્યા છે. જેમાં તેમણે એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં મોદી સરકારની યોજનાઓ વિશે જણાવવામાં આવ્યું છે. વીડિયોને 'સાફ નીયત-સાચો વિકાસ' અભિયાન અંતર્ગત બનાવવામાં આવ્યો છે.પીએમ નરેન્દ્ર મોદીએ એક વધુ ટ્વિટ કર્યું છે. તેમાં લખ્યું છે, 2014માં આજના દિવસે જ અમે ભારતમાં પરિવર્તન સફરની શરૂઆત કરી હતી. છેલ્લા ચાર વર્ષમાં વિકાસ જન આંદોલન બની ગયો છે. દેશનો દરેક નાગરિક તેમાં પોતાની ભાગીદારી અનુભવી રહ્યા છે. સવા સો કરોડ ભારતીયો ભારતને એક નવી ઉંચાઈ પર લઈ જઈ રહ્યા છે
