કુમારસ્વામીએ બહુમત સાબિત કર્યું, 117 ધારાસભ્યોનું સમર્થન
Live TV
-
બહુમત પહેલાં સદનમાં હોબાળો થયો અને બીજેપીએ વોકઆઉટ કર્યું હતું.
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શુક્રવારે વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો છે. તેમના સમર્થનમાં 117 ધારાસભ્યોએ મતદાન કર્યું. વિશ્વાસમત પહેલાં જ યેદિયુરપ્પા સહિત ભાજપના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કરી લીધું હતું. એક સપ્તાહમાં આવું બીજી વખત થયું કે, ભાજપે ફ્લોર ટેસ્ટમાં ભાગ લીધો નહતો. આ પહેલાં 19 મેએ વિશ્વાસમત સાબિ ત કરતા પહેલાં જ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. શુક્રવારે ગૃહમાં પોતાના ભાષણ દરમિયાન યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, આ ગઠબંધનવાળી સરકાર વધારે દિવસે ચાલશે નહીં. તેમણે કુમારસ્વામીની સરખામણી કાચિંડા સાથે પણ કરી હતી. કુમારસ્વામીએ જવાબમાં કહ્યું હતું કે, તેઓ કોઈના પર અંગત રીતે હુમલો નહીં કરે. તેમણે વિશ્વાસ રજૂ કર્યો કે, ગઠબંધનની સરકાર સંપૂર્ણ 5 વર્ષ ચાલશે.
