Skip to main content
Settings Settings for Dark

5મા ભારત-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સમારોહમાં PMનું વીડિયો કોન્ફરન્સથી સંબોધન 

Live TV

X
  • પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ભારત-આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સમારોહ એવા સ્થળે થઈ રહ્યો છે, જેણે જ્ઞાન-વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં માનવતાની સેવા કરનાર મહાન વિભૂતિઓને પેદા કરી છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કલકત્તાના બિલ્વા બંગ્લા કન્વેશન સેન્ટરમાં આયોજિત થનાર આ સમારોહમાં હાજર રહેનાર લોકોને પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે. ચાર દિવસ સુધી ચાલનાર આ વિજ્ઞાન સમારોહમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનિક તથા પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડૉ. હર્ષવર્ધન અને વૈજ્ઞાનિક અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો ભાગ લઈ રહ્યા છે. 

    વધુમાં તેમણે કહ્યું કે, 'આ સમારોહ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે 7 નવેમ્બરે સીવી રામન અને 30 નવેમ્બરે જગદીશ ચંદ્ર બોઝની જન્મજયંતી મનાવવામાં આવી રહી છે. આ સમારોહની થીમ  RISEN: Research, Innovation and Science Empowering the Nation નક્કી કરવા માટે આયોજકોને મારા તરફથી શુભેચ્છા. આ થીમ 21મી સદીના ભારત પ્રમાણે છે અને આપણા ભવિષ્યનો સાર છે.  દેશમાં સાયન્સ અને ટેક્નોલોજીની ઈકોસિસ્ટમ મજબૂત થવી જોઈએ. અમે આ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ. મને આનંદ છે કે આ દેશમાં આજે સાયન્ટિફિક ટેમ્પર એક અલગ સ્તર પર છે. આપણા વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 2 પર ખૂબ જ મહેનત કરી હતી, અને જેનાથી લોકોને ઘણી આશા બંધાઈ હતી. બધું યોજના પ્રમાણે ન રહેવા છતાં આ મિશન સફળ રહ્યું. મને લાગે છે કે સાયન્સને લઈને આપણા યુવા વિદ્યાર્થીઓમાં રૂચિ પેદા થઈ છે. આ ઉર્જાને યોગ્ય દિશા આપવી આપણી ફરજ છે. '

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply