51મોં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2020 ગોવા ખાતે યોજાશે
Live TV
-
51મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દ્વારા વર્ષ 2020 માટે ભારતીય પેનેરોમા ફિલ્મોની પસંદગીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પસંદગી પામેલી ફિલ્મોને 16-24 જાન્યુઆરી 2021 દરમિયાન ગોવા ખાતે યોજાનારા 8 દિવસીય ફિલ્મ મહોત્સવમાં મોટા પડદે દર્શાવવામાં આવશે.183 સમકાલીન ભારતીય ફિલ્મોના વ્યાપક ભંડારમાંથી પસંદગી પામેલી ફિલ્મોનો સંગ્રહ ભારતીય ફિલ્મ ઉદ્યોગની જીવંતતા અને વિવિધતા પ્રતિબિંબિત કરે છે. ફીચર અને નોન-ફીચર બંનેમાં ગૌરવપૂર્ણ જ્યૂરી પેનલે તેમનો અનુભવ અને જાણકારીનો ઉપયોગ કર્યો છે અને સર્વસંમતિ માટે સમાન પ્રમાણમાં યોગદાન આપ્યું છે. જેથી ભારતીય પેનેરોમા ફિલ્મોની પસંદગી થઇ શકે.
ફીચર ફિલ્મોની જ્યૂરી પેનલમાં બાર સભ્યો છે જેનું નેતૃત્ત્વ પ્રતિષ્ઠિત ફિલ્મસર્જક, પટકથા લેખક અને નિર્માતા જ્હોન મેથ્યૂ મેટ્ટહને કર્યું હતું. ફીચર ફિલ્મ જ્યૂરીમાં નીચે ઉલ્લેખ કરેલા સભ્યો છે જેઓ વ્યક્તિગત રીતે વિવિધ પ્રતિષ્ઠિત ફિલ્મો, ફિલ્મ સંગઠનો અને વ્યવસાયોનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે સંયુક્ત રીતે વિવિધ્યપૂર્ણ ભારતીય ફિલ્મસર્જન સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે.ભારતીય પેનેરોમા ફીચર ફિલ્મ જ્યૂરી પેનલે 20 ફીચર ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય પેનેરોમા 2020 માટે પ્રારંભિક ફીચર ફિલ્મ તરીકે જ્યૂરીએ તુષાર હિરાનંદાની દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સાંડ કી આંખ ફ્લિમ પસંદ કરી છે.
51મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટે DFF આંતરિક સમિતિ દ્વારા ભારતીય ફિલ્મ સંઘ (FFI) અને પ્રોડ્યૂસર્સ ગિલ્ડની ભલામણોના આધારે ભારતીય પેનેરોમા પસંદગી અંતર્ગત મુખ્યપ્રવાહની ત્રણ ફિલ્મો પણ પસંદ કરવામાં આવી છે.