જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદના આઠમા અને અંતિમ તબક્કાનું મતદાન થયું સંપન્ન
Live TV
-
કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં આજે જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી માટે 8મા અને અંતિમ તબક્કાનુ મતદાન પૂર્ણ થયું. આ સાથે પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન પણ સંપન્ન થયું હતું. 8માં તબક્કાની આ ચૂંટણીમાં કુલ 28 બેઠક પર મતદાન યોજાયું હતું, તેમાં જમ્મુમાં 15 અને કાશ્મીરમાં 13 બેઠકો પર આજે મતદાન થયું હતું. આજે કુલ કુલ 168 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. ચૂંચણી કમિશ્નર કે. કે. શર્માએ માહિતી આપી હતી કે, સૌધી વધુ પૂંછમાં 83.5 ટકા મતદાન થયું છે. જ્યારે વાનીપુરામાં 56.5 ટકા, બારામુલા 44.6 ટકા, કુલગાંવમાં 11.2 ટકા, અનંતનાગમાં 5.6 ટકા, અને કઠુઆમાં 73 ટકા, સાંભા 73 ટકા તથા કિસ્તવારમાં 73 ટકા મતદાન થયું છે. ચૂંટણી પંચે મતદાન માટે લોકોને જાગૃત કરવા માટે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની સરાહના કરી હતી. એમણે ઉમેર્યું હતું કે, કોરોનાના કારણે સમગ્ર ચૂંટણી મથકે તહેનાત આરોગ્યની ટીમે સારી કામગીરી કરી છે અને યોગ્ય પોલીસ સુરક્ષા વ્યવસ્થાના કારણે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું છે.