7 રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણી માટે ચાલી રહી છે મત ગણતરી
Live TV
-
7 રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણી માટે ચાલી રહી છે મત ગણતરી
આજે 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકની ચૂંટણી પરિણામો અંગેની મતગણતરી શરૂ થઈ છે. જેમાં ઉત્તરાખંડની બદ્રીનાથ બેઠક પરથી કોંગ્રેસના લખપત સિંહ આગળ છે. તો પંજાબના જાલંધરમાં વેસ્ટ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહિંદર ભગત આગળ છે. જ્યારે તમિલનાડુના વિક્રવંડી બેઠક પરથી ડીએમકેના ઉમેદવાર આગળ છે. તો હિમાચલ પ્રદેશની 3 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર આગળ છે.
બિહારની રૂપૌલી બેઠક પરથી રાજદના બીમા ભારતી આગળ છે. ઉલ્લેખનીય છે કે બિહારની 1 તેમજ મધ્ય પ્રદેશ, પંજાબ, અને તમિલનાડુની 1 - 1 બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ ઉપરાંત ઉત્તરાખંડની 2 અને હિમાચલ પ્રદેશની 3 બેઠક ઉપર અને પશ્ચિમ બંગાળની 4 બેઠક ઉપર મતદાન થયું હતું.
